Diabetes control tips: ડાયાબિટીસ સાથે જીવન જીવવું સરળ નથી. જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે, ત્યારે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણી મુશ્કેલીઓનું જોખમ વધારે છે. સુગર લેવલ લીવર, કીડની, આંખો અને સ્નાયુઓ જેવા શરીરના મહત્વના અંગોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે અંધત્વ, કિડની ફેલ થવા અને નબળાઈ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેમણે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે લોહીમાં સુગર લેવલને ઝડપથી વધતું અટકાવી શકે. તજ પણ એક એવી વસ્તુ છે જે શુગર લેવલને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ તેમના રોજિંદા આહારમાં તજનો સમાવેશ કરીને ઘણો તફાવત જોઈ શકે છે. તજનું સેવન કેવી રીતે કરવું અને તજના સેવનથી થતા ફાયદાઓ પર કરીએ એક નજર.

