Fatty liver disease: લોકોમાં ઘણી વાર એવી ગેરસમજ હોય છે કે ફેટી લિવર ફક્ત દારૂનું સેવન કરનારાઓમાં જ થાય છે. પણ એવું બિલકુલ નથી. આલ્કોહોલ ઉપરાંત, ફેટી લીવર ખરાબ ખાવાની આદતો અને અનિયમિત જીવનશૈલીને કારણે પણ થઈ શકે છે.તે દરેક ઉંમરના પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને અસર કરી શકે છે. પરંતુ જે લોકો વધુ પડતો આલ્કોહોલ પીવે છે અને વજન વધારે છે તેઓ આ સમસ્યાથી વધુ પીડાય છે.

