Get App

success story: નાનપણનું સપનું કર્યું સાકાર, પાયલોટ બની આ દીકરીએ ભરી ઊંચી ઉડાન

success story: કહેવાય છે કે, સપનાની ઉડાન ઘણી ઉંચી હોય છે અને જો હિંમત હોય તો તમે દરેક મુશ્કેલીને પાર કરીને તમારા સપના સુધી પહોંચો છો, કંઈક આવું જ રાજકોટની દીકરી હિલોની શેઠે સાર્થક કરી બતાવ્યું છે. 27 વર્ષીય હિલોનીએ સમગ્ર ગુજરાતમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાંથી પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરુદ મેળવ્યું છે. હિલોનીએ તાલીમ લઈ કુલ 200 કલાક પૂર્ણ કરીને પાયલોટ બનવાનું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 05, 2023 પર 12:35 PM
success story: નાનપણનું સપનું કર્યું સાકાર, પાયલોટ બની આ દીકરીએ ભરી ઊંચી ઉડાનsuccess story: નાનપણનું સપનું કર્યું સાકાર, પાયલોટ બની આ દીકરીએ ભરી ઊંચી ઉડાન
success story: દીકરી સાપનો ભારો નહીં પણ દીકરી તો તુલસીનો ક્યારો હોય છે. આ વાતને સાર્થક કરી દેખાડી છે, રાજકોટના શેઠ પરિવારે.

success story: દીકરી સાપનો ભારો નહીં પણ દીકરી તો તુલસીનો ક્યારો હોય છે. આ વાતને સાર્થક કરી દેખાડી છે, રાજકોટના શેઠ પરિવારે. આ પરિવારની દીકરીનું સપનું હતું પાયલોટ બનીને ઉંચી ઉડાન ભરવાનું. આજે આ દીકરીએ પોતાનું સપનું સાકાર કરીને તેમના પિતાનું અને સાથો સાથ રાજકોટનું ગૌરવ વધાર્યું છે. 27 વર્ષની હિલોની કેતનભાઈ શેઠ જયારે સૌથી પહેલી વખત પ્લેનમાં બેઠી હતી ત્યારે તે માત્ર અઢી વર્ષની હતી. હિલોની નાની હતી ત્યારે પણ તે રમકડામાં પ્લેનની જ ખરીદી કરતી હતી અને તેની સાથે રમતી હતી.

હિલોનીએ નાનપણથી પાયલોટ બનવાનું નક્કી કરી લીધું હતું

હિલોનીના પિતા કેતનભાઈએ જણાવ્યું હતું કે, હિલોનીની નાનપણથી જ ઈચ્છા હતી કે, તે પાયલોટ બને, જેથી અમે પણ તેને પૂરે પૂરો સપોર્ટ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાંથી પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરુદ મેળવ્યું છે. હિલોનીની આ અચિવમેન્ટ અમારા માટે ગર્વની ક્ષણ છે. અમે વિચાર્યું પણ ન હોય તેવા ફિલ્ડમાં જઈને આ મારી દીકરીએ પાયલોટ બનીને પરિવારનું નામ રોશન કર્યું છે. હિલોનીના પિતાએ કહ્યું કે, હવે તે એ સમયની રાહ જુએ છે કે, જે પ્લેનની મુસાફરી તેઓ કરે તે પ્લેનમાં પાયલોટ તરીકે તેનીમ દિકરી હોય અને જ્યારે પ્લેન ઉડાન ભરે ત્યારે પાઇલટના નામની જાહેરાત કરવામાં આવે તે સમયની હું રાહ જોવ છું.

હિલોનીના અભ્યાસની વાત કરવામાં આવે તો હિલોનીએ 12 સાયન્સ કર્યા પછી તે આર્કિટેકનો અભ્યાસ કરવા માટે લંડન ગઈ હતી. જ્યાં તેને આર્કિટેકનો અભ્યાસ પૂરો કરીને ઈન્ડિયા પરત આવી હતી. અહીંયા તેને વર્ષ 2021માં પાયલટ માટેની તાલીમ મહેસાણા બ્લુ એવિએશન પ્રાઇવેટ લિમિટેડમાં શરૂ હતી, જ્યાં તેને સિંગલ એન્જિન માટેની તાલીમ લીધી હતી. ત્યારબાદ તેને મલ્ટિ એન્જિન માટેની તાલીમ લીધી હતી. આમ હિલોનીએ કુલ 200 કલાક પૂર્ણ કરીને પાયલોટ બનવાનું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો