Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે. દેશના તમામ રાજ્યોમાં ટેલિકાસ્ટ થવા ઉપરાંત વિદેશમાં આવેલી વિવિધ ભારતીય દૂતાવાસોમાં પણ રામ લલ્લાના અભિષેકનું પ્રસારણ કરવામાં આવશે.

