Get App

Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કયા દિગ્ગજો રહેશે ઉપસ્થિત, આવો કરીએ નજર

Ram Mandir: એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે ખાનગી વિમાનમાં અયોધ્યા પહોંચે તેવી શક્યતાઓ છે. તો રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના 5 જજને પણ આમંત્રિત કરવામાંઆવ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 21, 2024 પર 12:14 PM
Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કયા દિગ્ગજો રહેશે ઉપસ્થિત, આવો કરીએ નજરRam Mandir: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કયા દિગ્ગજો રહેશે ઉપસ્થિત, આવો કરીએ નજર
એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે ખાનગી વિમાનમાં અયોધ્યા પહોંચે તેવી શક્યતાઓ છે.

Ram Mandir: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહોત્સવને લઈ સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી રહી છે. દરમિયાન, સમારોહમાં હાજર રહેનારા મહેમાનોની યાદી પણ બહાર આવી છે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રિત કરાયેલા લગભગ 8 હજાર લોકોની યાદીમાં જાહેર થઈ છે, જેમાં અગ્રણી રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો અને રાજદ્વારીઓનો સમાવેશ થાય છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર, બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ રાજ્ય મહેમાનોની યાદીમાં સામેલ છે. આ તમામ લોકોને પહેલાથી જ અભિષેકમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે ખાનગી વિમાનમાં અયોધ્યા પહોંચે તેવી શક્યતાઓ છે. તો રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના 5 જજને પણ આમંત્રિત કરવામાંઆવ્યા છે.

લિસ્ટમાં જણાવાયું છે કે કેટલાક મહેમાનો તેમના ખાનગી વિમાનમાં 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે, તો કેટલાક મહેમાનો નિયમિત ફ્લાઇટ્સ દ્વારા અયોધ્યા પહોંચશે, આમંત્રિત મહેમાનો અયોધ્યા અથવા નજીકના લખનઉ જેવા શહેરોમાં સ્ટે કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો