Cricketer Ravindra Jadeja: વર્લ્ડકપ 2023માં સેમીફાઈનલ સુધી ટીમ ઈન્ડિયાના સારા પ્રદર્શનમાં ઓલરાઉન્ડ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની સૌથી મોટી ભૂમિકા છે. એક રીતે તેને ટીમનું એન્જિન પણ કહેવામાં આવે છે. ક્રિકેટના સાથીદારો દ્વારા તેને પ્રેમથી જડ્ડુ અથવા સર જાડેજા પણ કહેવામાં આવે છે. જોકે, આ ઓલરાઉન્ડર ક્રિકેટર પાસે કારનું વધારે કલેક્શન નથી. તેની પાસે કુલ ત્રણ કાર છે. જેમાં સૌથી મોંઘી કાર Audi Q7નો સમાવેશ થાય છે. એપ્રિલ 2016માં તેના લગ્નની વર્ષગાંઠના અવસર પર તેના સાસરિયાઓએ તેને આ કાર ભેટમાં આપી હતી. સર જાડેજાએ 17 એપ્રિલ 2016ના રોજ મિકેનિકલ એન્જિનિયર રીવા સોલંકી સાથે લગ્ન કર્યા હતા. તેમના સસરાનું નામ હરદેવસિંહ સોલંકી છે, જેઓ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે.

