ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં તુટી ગયેલી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા 41 લોકોનું ઋષિકેશ સ્થિત એમ્સમાં સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી રહ્યું છે અને આજે તેમને ઘરે પાછા મોકલી શકાય છે. હોસ્પિટલે કહ્યું કે તમામ કર્મચારીઓની હાલત સામાન્ય છે અને તેમની પ્રાથમિક તપાસ માત્ર કરવામાં આવી છે.

