Parliament Attack 2023: બુધવારે સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી છે ત્યારે સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલે સરકારની સતત કાર્યવાહી ચાલુ છે. આરોપીઓની ઝડપથી ધરપકડ કરવામાં આવી રહી છે એટલું જ નહીં, ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે. સંસદ ભવનની સુરક્ષા ક્ષતિના મામલામાં 24 કલાકથી ઓછા સમયમાં સરકાર દ્વારા અત્યાર સુધીમાં ચાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં, બુધવારે સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર, સુરક્ષા ભંગની એક મોટી ઘટના ત્યારે સામે આવી જ્યારે લોકસભાની કાર્યવાહી દરમિયાન, પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો ગૃહની અંદર કૂદી પડ્યા અને યલો કલર ગૃહમાં છોડ્યો. તેઓ 'કેન'નો ઉપયોગ કરી રહ્યાં હતા. ઘટના બાદ તરત જ બંને ઝડપાઈ ગયા હતા. તો ચાલો જાણીએ કે સરકારે આ મામલે અત્યાર સુધી શું કર્યું છે.

