Get App

EARTHQUAKE ALERT: જાપાનમાં આવ્યો 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ કરાયું જાહેર

EARTHQUAKE ALERT: સુનામીની ચેતવણીને પગલે લોકોને ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો જલદીથી છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. 5 મીટર (16 ફૂટ) ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 01, 2024 પર 1:56 PM
EARTHQUAKE ALERT: જાપાનમાં આવ્યો 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ કરાયું જાહેરEARTHQUAKE ALERT: જાપાનમાં આવ્યો 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ કરાયું જાહેર
EARTHQUAKE ALERT: નવા વર્ષ પર જાપાનથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.

EARTHQUAKE ALERT: નવા વર્ષ પર જાપાનથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જેના કારણે દેશના પશ્ચિમી તટના મોટા ભાગ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર, સુનામીની ચેતવણીને પગલે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. 5 મીટર (16 ફૂટ) ઊંચા મોજાં શક્ય હોવાનું કહેવાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. ટોક્યો અને સમગ્ર કેન્ટો વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

2011માં આવેલા ભૂકંપ બાદ સુનામીના કારણે 16 હજાર લોકોના મોત થયા હતા.

માર્ચ 2011માં નવની તીવ્રતા સાથેના વિનાશક ભૂકંપને કારણે જાપાનમાં મોટા પાયે સુનામી આવી હતી. ત્યારપછી ઉભી થયેલી સુનામીના મોજાઓએ ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને નષ્ટ કરી નાખ્યો. પર્યાવરણને નુકસાનની દ્રષ્ટિએ આ એક મોટી ઘટના માનવામાં આવી હતી. ત્યારબાદ દરિયામાં 10 મીટર ઉંચા મોજાંએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી. આમાં લગભગ 16 હજાર લોકોના મોત થયા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો