Get App

Kheda syrup scandal: ખેડા સિરપ કાંડ મામલામાં મોટો ખુલાસો, સિરપમાં ઇથેનોલ કેમિકલ મિશ્રિત કરી વેચાણ થતું હોવાનું ખુલ્યું, તપાસ તેજ

Kheda syrup scandal: સિરપકાંડમાં વધુ એક મોટો ઘટસ્ફોટ, ઇથેનોલ કેમિકલ મિક્સ કરાયાનો ખુલાસો, 500 લીટરમાં 50 લીટર કેમિકલ ભેળવાયું, આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવતા

MoneyControl Newsઅપડેટેડ Dec 18, 2023 પર 12:11 PM
Kheda syrup scandal: ખેડા સિરપ કાંડ મામલામાં મોટો ખુલાસો, સિરપમાં ઇથેનોલ કેમિકલ મિશ્રિત કરી વેચાણ થતું હોવાનું ખુલ્યું, તપાસ તેજKheda syrup scandal: ખેડા સિરપ કાંડ મામલામાં મોટો ખુલાસો, સિરપમાં ઇથેનોલ કેમિકલ મિશ્રિત કરી વેચાણ થતું હોવાનું ખુલ્યું, તપાસ તેજ
Kheda syrup scandal: બહુચર્ચિત સિરપકાંડમાં કેવી રીતે સિરપ બનાવવામાં આવી તેના અંગે મોટો ઘટસ્ફોટ

Kheda syrup scandal: રાજ્યમાં હાલમાં ચર્ચામાં આવેલા બહુચર્ચિત સિરપકાંડમાં કેવી રીતે સિરપ બનાવવામાં આવી તેના અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. નડિયાદના બિલોદરામાં કથિત લઠ્ઠાકાંડમાં સાત વ્યકિતઓના મૃત્યુ થયા બાદ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરાઇ હતી.આ મામલે હાલ નશીલી સિરપ બનાવનાર રાજદિપસિંહ વાળાના તારીખ 18મી સુધી રિમાન્ડ મંજૂર થયા હતા.

આ રિમાન્ડ દરમિયાન રાજદિપે યોગેશની ફેકટરીમાં નશીલી સિરપ બનાવવા થી માંડીને વેચવા સુધીની પોલીસ સમક્ષ કેફિયત કરી હતી.તે 500 લીટર નશીલી સિરપ બનાવવા માટે 50 લિટર કેમિકલ સહિત અન્ય પ્રવાહી મિશ્રાણ કરીને નશીલી સિરપ તૈયાર કરતો હોવાનું તેણે જણાવ્યુ હતુ..જેમાંથી 1200 થી 1300 બોટલ નશીલી સિરપની ભરાતી હતી.

નડિયાદ એસ.ટી નગર નજીક રહેતો યોગેશ પારૂપલ સિંધી મહેમદાવાદ પર આવેલ મોકમપુરા પાસે ફેકટરીમાં નશીલી સિરપ બનાવતો હતો. આ સિરપ લાયસન્સ વિના બનાવતો હતો. યોગેશે આ ફેકટરીમાં છેલ્લા દોઢ વર્ષ થી નશાયુકત સિરપ બનાવવા માટે રાજકોટના રાજદિપસિંહ વાળાને તગડો પગાર આપીને નોકરીએ રાખ્યો હતો. ખેડા, આણંદ, વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સિરપનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો