Loan app ban: સરકારે નકલી લોન એપ અને સટ્ટાબાજીની એપ પર મોટો નિર્ણય લીધો છે. આ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. મંગળવારે મંત્રાલયે ગેરકાયદે લોન એપ્સ અને સટ્ટાબાજીની એપ્સને દૂર કરવા માટે સૂચનાઓ જાહેર કરી છે. કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે અમે નકલી લોન એપ્સની જાહેરાતો રોકવા પર કામ કરી રહ્યા છીએ. આવી નકલી લોન એપ્સની જાહેરાતો ઘણા પ્લેટફોર્મ પર દેખાય છે.

