Kashmir issue 1947: કાશ્મીરના 78 હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે. આ વિસ્તાર એટલો મોટો છે કે તેમાં 50થી વધુ દિલ્હી આવી શકે છે. પાકિસ્તાન તેને આઝાદ કાશ્મીર કહે છે. પરંતુ સત્ય એ છે કે તે સ્વતંત્ર નથી પરંતુ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર છે. સામાન્ય ભાષામાં તેને પીઓકે કહીએ છીએ.

