Israel Palestine War: ગાઝામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનને મોટો આંચકો લાગ્યો છે. ઈઝરાયેલે એક હવાઈ હુમલામાં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડરને મારી નાખ્યો છે. જે હુમલામાં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર સૈયદ રેઝા મુસાવીએ જીવ ગુમાવ્યો તે સીરિયાના દમાસ્કસમાં કરવામાં આવ્યો હતો. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, દમાસ્કસના ગ્રામીણ વિસ્તાર સેટ ઝૈનબમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ પછી દમાસ્કસ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા.

