Mumbai-Ahmedabad bullet train: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સોમવારે જણાવ્યું હતું કે તેણે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ કરી લીધું છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોરને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 'X' પર જમીન સંપાદન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે જરૂરી 1389.49 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે.

