Get App

China Population: ચીનમાં સતત બીજા વર્ષે વસ્તી ઘટી, વૃદ્ધોના ભરોશે લટકતી ડ્રેગનની અર્થવ્યવસ્થા

China Population: ચીનમાં સતત બીજા વર્ષે વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે અર્થવ્યવસ્થાને આગળ લઈ જવામાં સંકટ ઊભું થયું છે. કોરોના કાળ અને જન્મ દરમાં ઘટાડાને કારણે થયું છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2024 પર 3:30 PM
China Population: ચીનમાં સતત બીજા વર્ષે વસ્તી ઘટી, વૃદ્ધોના ભરોશે લટકતી ડ્રેગનની અર્થવ્યવસ્થાChina Population: ચીનમાં સતત બીજા વર્ષે વસ્તી ઘટી, વૃદ્ધોના ભરોશે લટકતી ડ્રેગનની અર્થવ્યવસ્થા
China Population: દાયકાઓ સુધી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીનની વસ્તીમાં સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે.

China Population: દાયકાઓ સુધી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીનની વસ્તીમાં સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે. નબળા આર્થિક વિકાસના સંકટનો સામનો કરી રહેલા ચીન માટે આ સ્થિતિ પડકારજનક છે. નિષ્ણાતોનું કહેવું છે કે આના કારણે આવનારા વર્ષોમાં ચીનની યુવા વસ્તી ઝડપથી ઘટશે અને અર્થવ્યવસ્થા પર બોજ વધશે. કામ કરવા ઈચ્છુક યુવાનોની સંખ્યામાં ઘટાડો થશે, જ્યારે વૃદ્ધોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. આવી સ્થિતિમાં ચીન માટે તેના આર્થિક વિકાસને વેગ આપવો આસાન નહીં હોય. ચીને લાંબા સમયથી એક બાળકની નીતિ અપનાવી હતી. તેના કારણે પણ ઘટાડો નોંધાયો છે.

તાજેતરમાં જ ચીને વન ચાઈલ્ડ પોલિસી પાછી ખેંચી લીધી હતી, પરંતુ હવે પણ વધતી મોંઘવારી સહિતના અનેક કારણોને લીધે લોકો વધુ બાળકો પેદા કરવામાં રસ લેતા નથી. સ્થિતિ એ છે કે ચીનની સરકાર હવે એકથી વધુ બાળકો રાખવા પર સબસિડી આપી રહી છે અને આ માટે અભિયાન પણ ચાલી રહ્યું છે. ચીનના આંકડાકીય બ્યુરોએ કહ્યું, ‘2023ના અંતે દેશની વસ્તી 1 અબજ 40 કરોડ હતી. આ 2022 ના છેલ્લા રાઉન્ડ કરતા 2 મિલિયન ઓછા છે. ચીનમાં 2023માં વસ્તીમાં ઘટાડો 2022 કરતા બમણો છે. 1960 પછી પ્રથમ વખત 2022માં દેશમાં વસ્તીમાં ઘટાડો થયો હતો. તે સમયે દેશની વસ્તીમાં 8 લાખ 50 હજારનો ઘટાડો થયો હતો.

જન્મ દરમાં ઘટાડા અને કોરોના જેવી મહામારીની સીધી અસર ચીનની વસ્તી પર દેખાઈ રહી છે. ગયા વર્ષે ચીનમાં 9.02 મિલિયન બાળકોનો જન્મ થયો હતો, જ્યારે 2022માં આ આંકડો 9.56 મિલિયન હતો. ચીને 1980ના દાયકામાં ઝડપથી વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી. ત્યારબાદ 2016માં તેમાં રાહત આપવામાં આવી હતી અને 2021માં ત્રણ બાળકો ધરાવતા યુગલોને કેટલીક છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં લોકો વધુ બાળકો પેદા કરવાનું ટાળી રહ્યા છે.

ઇટાલી, જાપાન, રશિયા અને દક્ષિણ કોરિયા સહિતના આ દેશોમાં વસ્તી ઘટી રહી છે

બધા સમાચાર

+ વધુુ વાંચો