Get App

Vadodara railway station: રેલવેમાં મુસાફરી કરતા વડોદરા વાસિયો માટે રાહતના સમાચાર! આ સ્ટેશનો વચ્ચે ડાયરેક્ટ ટ્રેન શરૂ

આ ટ્રેન બંને દિશાઓમાં ડભોઇ જંકશન, વધવાણા, અમલપુર, સંખેડા, બહાદરપુર, છુંછાપુરા, જોજવા, બોડેલી, જાબુગામ, સુસ્કલ, પાવી, તેજગઢ, પુનિયાવત, છોટાઉદેપુર, પાડલિયા રોડ, મોટી સાદલી, અંબારી રિછાવી, અલીરાજપુર, ખંડાલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 07, 2023 પર 1:51 PM
Vadodara railway station: રેલવેમાં મુસાફરી કરતા વડોદરા વાસિયો માટે રાહતના સમાચાર! આ સ્ટેશનો વચ્ચે ડાયરેક્ટ ટ્રેન શરૂVadodara railway station: રેલવેમાં મુસાફરી કરતા વડોદરા વાસિયો માટે રાહતના સમાચાર! આ સ્ટેશનો વચ્ચે ડાયરેક્ટ ટ્રેન શરૂ
Vadodara railway station: આ સ્ટેશનો વચ્ચે ડાયરેક્ટ ટ્રેન શરૂ

Vadodara railway station: પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવે ખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી અલીરાજપુર વચ્ચે ચાલનારી ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) અને ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) ને જોબટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે.સંસદસભ્ય ગુમાનસિંહ ડામોરે જોબટ સ્ટેશનથી આ વિસ્તૃત ટ્રેનને લીલીઝંડી દેખાડી રવાના કરી હતી.

દરરોજ ચાલનારી વિસ્તૃત ટ્રેનનું વિગતવાર વર્ણન

1. ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) પ્રતાપનગર – જોબટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 05 ડિસેમ્બર 2023થી પ્રતાપનગર થી જોબટ સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 09:05 કલાકે પ્રતાપનગરથી ઉપડીને 13:20 કલાકે જોબટ પહોંચશે.

2. ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) જોબટ – પ્રતાપનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 05 ડિસેમ્બર 2023 થી જોબટથી પ્રતાપનગર સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 14:00 કલાકે જોબટથી ઉપડીને 18:05 કલાકે પ્રતાપનગર પહોંચશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો