Get App

Air Conditioner In Trucks: ટ્રક ડ્રાઇવરો માટે ગુડ ન્યૂઝ, હવે કેબિનમાં લાગશે AC, 1 ઓક્ટોબર 2025થી લાગુ થશે નવો નિયમ

Air Conditioner In Trucks: મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને નવી ટ્રકોમાં એર કંડિશનર સિસ્ટમ લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. નવો નિયમ 1 ઓક્ટોબર, 2025થી લાગુ કરવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 11, 2023 પર 1:47 PM
Air Conditioner In Trucks: ટ્રક ડ્રાઇવરો માટે ગુડ ન્યૂઝ, હવે કેબિનમાં લાગશે AC, 1 ઓક્ટોબર 2025થી લાગુ થશે નવો નિયમAir Conditioner In Trucks: ટ્રક ડ્રાઇવરો માટે ગુડ ન્યૂઝ, હવે કેબિનમાં લાગશે AC, 1 ઓક્ટોબર 2025થી લાગુ થશે નવો નિયમ
Air Conditioner In Trucks: "આ નિર્ણય ટ્રક ડ્રાઇવરોને આરામદાયક અને કામ કરવા માટે એક માઇલસ્ટોન સાબિત થશે."

Air Conditioner In Trucks: દેશના લાખો ટ્રક ડ્રાઈવરો માટે સારા સમાચાર આવ્યા છે, હવે ટૂંક સમયમાં તેમની યાત્રા સુવિધાજનક બનવા જઈ રહી છે. પરિવહન મંત્રાલયે કાર્ગો વાહનોમાં એર કંડિશનર લગાવવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નવા નિયમ હેઠળ હવે કંપનીઓ માટે ટ્રકની કેબિનમાં એર કંડિશનર સિસ્ટમ આપવી ફરજિયાત બનશે. આ નિયમ 1 ઓક્ટોબર, 2025થી લાગુ કરવામાં આવશે. નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે 1 ઓક્ટોબર, 2025ના રોજ અથવા તે પછી બનતા N2 અને N3 કેટેગરીની ટ્રકોની કેબિનમાં એર કન્ડીશનીંગ સિસ્ટમ લગાવવામાં આવશે.

નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે એર કન્ડીશનીંગ સિસ્ટમથી સજ્જ કેબીનોનું ટેસ્ટિંગ IS14618:2022 મુજબ કરવામાં આવશે. જુલાઈમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટ્રકની કેબિનમાં એર કન્ડીશનીંગ સિસ્ટમને ફરજિયાત બનાવવા માટેના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે "આ નિર્ણય ટ્રક ડ્રાઇવરોને આરામદાયક અને કામ કરવા માટે એક માઇલસ્ટોન સાબિત થશે."

N2 અને N3 સીરીઝના વાહનો શું છે?

N2 કેટેગરી: આ કેટેગરીમાં એવા ભારે માલસામાન વાહનોનો સમાવેશ થાય છે જેનું કુલ વજન 3.5 ટનથી વધુ અને 12 ટનથી ઓછું હોય.

બધા સમાચાર

+ વધુુ વાંચો