Aadhaar Card Update News: સરકારે વોટર આઈડી અને આધાર કાર્ડને લઈને મોટી માહિતી આપી છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ભારત સરકારે હજુ સુધી આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ (Aadhaar Link Voter ID) સાથે લિંક કરવાનું શરૂ કર્યું નથી. મંત્રીએ કહ્યું કે આધાર લિંક કરવાની પ્રક્રિયા ચાલુ છે અને આધારને વોટર આઈડી સાથે લિંક કરવાનો કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો નથી.

