Get App

Israel Hamas War: હમાસની આ હરકત પડી શકત ભારે! ઈઝરાયેલના પરમાણુ હથિયારો પાસે છોડ્યું હતું રોકેટ

Israel Hamas War: સેટેલાઇટ તસવીરોને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે 7 ઓક્ટોબરે Sdot Micha એરબેઝ પાસે હમાસનું રોકેટ પડ્યું હતું. આ દિવસે હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા.

MoneyControl Newsઅપડેટેડ Dec 07, 2023 પર 4:40 PM
Israel Hamas War: હમાસની આ હરકત પડી શકત ભારે! ઈઝરાયેલના પરમાણુ હથિયારો પાસે છોડ્યું હતું રોકેટIsrael Hamas War: હમાસની આ હરકત પડી શકત ભારે! ઈઝરાયેલના પરમાણુ હથિયારો પાસે છોડ્યું હતું રોકેટ
Israel Hamas War: ઈઝરાયેલના સૈન્ય મથકની નજીક પડેલા આ રોકેટને કારણે જોરદાર આગ લાગી હતી.

Israel Hamas War: 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલો હુમલો વિશ્વ માટે મોટો ખતરો ઉભો કરી શકે છે. તે દિવસે હમાસે ઇઝરાયેલ પર છોડેલા રોકેટમાંથી એક ઇઝરાયેલના લશ્કરી છાવણી પર પડ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સૈન્ય મથકમાં ઇઝરાયેલની ઘણી પરમાણુ મિસાઇલો રાખવામાં આવી હતી. સેટેલાઇટ તસવીરોને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે 7 ઓક્ટોબરે Sdot Micha એરબેઝ પાસે હમાસનું રોકેટ પડ્યું હતું. આ દિવસે હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલના સૈન્ય મથકની નજીક પડેલા આ રોકેટને કારણે જોરદાર આગ લાગી હતી, જેના કારણે એરબેઝનો લગભગ 40 એકર જમીન બળીને રાખ થઈ ગઈ હતી. સદ્નસીબે આગ લશ્કરી થાણાના તે ભાગ સુધી પહોંચી ન હતી જ્યાં પરમાણુ શસ્ત્રો રાખવામાં આવ્યા હતા.

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ ન્યુક્લિયર ઇન્ફોર્મેશન પ્રોજેક્ટના ડાયરેક્ટર હેન્સ ક્રિસ્ટેનસેને જણાવ્યું કે આ એરબેઝમાં 25 થી 50 ન્યુક્લિયર જેરીકો મિસાઇલ લોન્ચર રાખવામાં આવ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો