Get App

Onion Prices: મહુવા માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું, ભાવ ઘટાડાથી ખેડૂતોમાં નિરાશા

Onion Prices: ડુંગળીના ભારે વાવેતરને પગલે મહુવા યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઇ છે. જોકે ખેડૂતોને ડુંગળીના ભાવા યોગ્ય મળતા નથી. જેના કારણે ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. યાર્ડમાં ડુંગળીના ભાવ એક મણના 100 રૂપિયાથી લઇને 487 રૂપિયા સુધી રહ્યા હતાં.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2024 પર 10:30 AM
Onion Prices: મહુવા માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું, ભાવ ઘટાડાથી ખેડૂતોમાં નિરાશાOnion Prices: મહુવા માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું, ભાવ ઘટાડાથી ખેડૂતોમાં નિરાશા
Onion Prices: ડુંગળીના ભારે વાવેતરને પગલે મહુવા યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઇ છે.

Onion Prices: આપને જણવી દઇએ કે ડુંગળીના વાવેતરમાં ગુજરાતનો નંબર વન ભાવનગર જિલ્લો છે. ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી,તુવેર,અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે.

ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ઢગલા થયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ જુદા જુદા પ્રકારની જણસીની હરાજી શરૂ કરી દેવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 36,249 કટ્ટાની આવક થઈ હતી. લાલ ડુંગળીના ભાવ 100 રૂપિયાથી લઈને 487 રૂપિયા સુધીના બોલાયા હતા.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં, સફેદ ડુંગળીના 10,412 કટ્ટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 234 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 448 રૂપિયા રહ્યા હતા.યાર્ડમાં નવી મગફળીની 2,106 ગુણીની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 1,151 સુધીના રહ્યા હતા અને ઉંચા ભાવ 1,437 રૂપિયા સુધીના રહ્યા હતા. યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. એક મણના નીચા ભાવ 1,000 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 1,043 રૂપિયા સુધી રહ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો