Get App

Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હિમવર્ષાની કરી આગાહી, સાથે ગુજરાતમાં ઠંડીને લઇને પણ કરી આ વાત

Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી દિવસોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળી શકે છે, સાથે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 18, 2023 પર 11:29 AM
Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હિમવર્ષાની કરી આગાહી, સાથે ગુજરાતમાં ઠંડીને લઇને પણ કરી આ વાતWeather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હિમવર્ષાની કરી આગાહી, સાથે ગુજરાતમાં ઠંડીને લઇને પણ કરી આ વાત
Weather Forecast: અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે અને 27થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે

Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિશે આગાહી કરવામાં આવી કે રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થશે, વધુમાં કહ્યું કે આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે, સાથે જ 22, 23 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરાવામાં આવી છે. સાથે દરિયાકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે..

અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે અને 27થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે સાથે જ ચક્રવાતોના અવશેષો જોવા મળતા સમુદ્રમાં પણ હલચલ થશે અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. 2024ની શરૂઆતથી જ વાતાવરણ વાદળછાયું રહેશે અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

વળી આ વર્ષે શિયાળાની અસર અને ઠંડી લાંબો સમય રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરાવામાં આવી છે અને ડિસેમ્બર અંત સાથે જાન્યુઆરીની શરૂઆતમાં પણ કાતિલ ઠંડીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે 22, 23 અને 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજ તથા કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતાઓ પણ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો