China Philippines Face Off: ફિલિપાઈન્સે ચીન પર દક્ષિણ ચીન સાગરમાં તૈનાત તેના જહાજો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે ચીની કોસ્ટ ગાર્ડે અમારા જહાજો પર વોટર કેનન ચલાવી અને ટક્કર મારી હતી. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના પ્રવક્તા જય તારીએલાએ જણાવ્યું હતું કે યુનાઈઝા મે 1 નામના જહાજના એન્જિનને ગંભીર નુકસાન થયું હતું, જ્યારે એમ/એલ કલયાનને વોટર કેનનથી હુમલો કરાયો હતો.

