Dawood Ibrahim: મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ માહિતી સામે આવી નથી.

