Get App

ADANI PORTS ના પરિણામ બાદ સ્ટૉકમાં 42% વધારો, જાણો બ્રોકરેજ હાઉસીસની સ્ટૉક પર રણનીતિ

સીએલએસએ એ અદાણી પોર્ટ્સ પર ખરીદારીના રેટિંગ બનાવી રાખ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 792 રૂપિયાથી વધારીને 878 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. બ્રોકેરજનું કહેવુ છે કે કોર પોર્ટ્સ અને લૉજિસ્ટિક્સ EBITDA માં વર્ષ દર વર્ષના આધારે 35% વધારો થયો.

MoneyControl Newsઅપડેટેડ May 31, 2023 પર 11:05 AM
ADANI PORTS ના પરિણામ બાદ સ્ટૉકમાં 42% વધારો, જાણો બ્રોકરેજ હાઉસીસની સ્ટૉક પર રણનીતિADANI PORTS ના પરિણામ બાદ સ્ટૉકમાં 42% વધારો, જાણો બ્રોકરેજ હાઉસીસની સ્ટૉક પર રણનીતિ
નોમુરાએ અદાણી પોર્ટ્સ પર ખરીદારીના રેટિંગ બનાવી રાખ્યા છે. તેમમે સ્ટૉકના ટાર્ગેટ 1025 રૂપિયા નક્કી કર્યા છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશલ ઈકોનૉમિક ઝોન (ADANI PORTS And Special Economic Zone) એ નાણાકીય વર્ષ 23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરતા નફામાં વધારો થયો. વર્ષના આધાર પર કંપનીનો નફો ચોથા ક્વાર્ટરમાં 5.1 ટકા વધીને 1,158.9 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે છેલ્લા વર્ષની સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 1,103 કરોડ રૂપિયા રહ્યો. કંપનીની આવક ચોથા ક્વાર્ટરમાં વર્ષના આધાર પર 40% વધીને 5,797 કરોડ રૂપિયા રહી. જ્યારે એક વર્ષ પહેલાની સમાન સમયમાં કંપનીની આવક 4,140.8 કરોડ રૂપિયા રહી હતી. કંપનીના EBITDA 59% વધીને 3,270.7 કરોડ રૂપિયા રહ્યા જ્યારે છેલ્લા વર્ષના ચોથા ક્વાર્ટરમાં તે 2,057.1 કરોડ રૂપિયા રહ્યા હતા. કંપનીની માર્જિન 56.4% રહી જ્યારે ગત વર્ષ 49.7% રહી હતી.

આજે એટલે કે 31 મે 2023 ની સવારે 11:009 વાગ્યે એનએસઈ પર આ શેર 0.63 ટકા કે 4.65 અંક ઊપર 738.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. તેના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 987.85 રૂપિયા અને 52 સપ્તાહના ન્યૂનતમ સ્તર 395.10 રૂપિયા રહ્યા છે. આજે ઈંટ્રાડેમાં કંપનીના શેર અત્યાર સુધી 721.30 ના લો અને 739.95 ના હાઈના સ્તરે પહોંચ્યા છે.

Brokerage On Adani Ports

CLSA On Adani Ports

બધા સમાચાર

+ વધુુ વાંચો