ICICI Bank Share Price: આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ સારા રહ્યા. નફો 23 ટકા વધ્યો. જ્યારે વ્યાજ આવકથી કમાણી 13 ટકા વધી. બેંકનો નફો વર્ષના આધાર પર 23.5 ટકા વધીને 10,271.54 કરોડ રૂપિયાનો થઈ ગયો. જ્યારે તેના 9,946 કરોડ રૂપિયા થવાનું અનુમાન હતુ. બેન્કની અસેટ ક્વોલિટી પણ સુધરી છે અને NPA માં ઘટાડો આવ્યો છે. આ દરમિયાન બેન્કની વ્યાજ આવક પણ 34.6 ટકા વધીને 16465 કરોડ રૂપિયા થઈ ગઈ. NIM પણ વર્ષના આધાર પર 3.96 ટકા વધીને 4.65 ટકા થઈ ગઈ. આઈસીઆઈસીઆઈ બેન્ક પર જાણો બ્રોકરેજ હાઉસિઝની સલાહ..