Union Budget 2023: ઇલેક્ટ્રિક વાહનો ટૂંક સમયમાં સસ્તા થતા જોવા મળી શકે છે. બજેટમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દેશમાં લિથિયમ-આયન સેલ બેટરીનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો હતો અને આ માટે બેટરી સંબંધિત કેપિટલ ગુડ્સ/મશીનરી પરની કસ્ટમ ડ્યુટી દૂર કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ નાણામંત્રી દ્વારા ઇલેક્ટ્રિક બેટરી પરની સબસિડી પણ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. તેનાથી ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેમના બજેટ ભાષણમાં, નાણામંત્રીએ માહિતી આપી હતી કે, લિથિયમ-આયન સેલ બેટરી પરના રાહત કસ્ટમ ડ્યુટી દર આગામી નાણાકીય વર્ષમાં પણ ચાલુ રાખવામાં આવશે.