Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં આઉટપુટ કટ લંબાવવાના રિપોર્ટ, સોના-ચાંદીમાં મામુલી ઘટાડો

બેઝ મેટલ્સની ચમક પણ આજે ઘટતી જોવા મળી છે. ચીનના નબળા ઇકોનોમિક ડેટાના કારણે LME પર કોપરમાં આજે દબાણ જોવા મળ્યું. સાથે જ ચીનનો મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ પણ ફેબ્રુઆરીમાં 49.2થી ઘટીને 49.1 પર નોંધાયો.

MoneyControl Newsઅપડેટેડ Mar 04, 2024 પર 11:58 AM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં આઉટપુટ કટ લંબાવવાના રિપોર્ટ, સોના-ચાંદીમાં મામુલી ઘટાડોકોમોડિટી લાઇવ: ક્રૂડમાં આઉટપુટ કટ લંબાવવાના રિપોર્ટ, સોના-ચાંદીમાં મામુલી ઘટાડો
કોમેક્સ પર સોનામાં પ્રોફિટ બુકિંગ, સ્થાનિક બજારમાં પણ મામુલી ઘટાડા સાથેનો જ કારોબાર. સોનાના પગલે ચાંદીમાં પણ દબાણ.

શુક્રવારે પ્રિસિયસ મેટલ્સ બે મહિનાના ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા બાદ રોકાણકારો તરફથી પ્રોફિટ બુકિંગનો ટ્રેન્ડ જોવા મળ્યો. જેના કરાણે આજે એશિયન વેપારમાં COMEX પર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો. તો સ્થાનિક બજારમાં પણ મામુલી ઘટાડા સાથેનો જ કારોબાર જ જોવા મળ્યો.

સોનાના પગલે ચાંદીની ચમક પણ ફિક્કી પડતી જોવા મળી. વૈશ્વિક બજારમાં ચાંદીમાં લગભગ અડધા ટકાનો ઘટાડો આવતા ભાવ 23 ડૉલરની નજીક પહોંચ્યો. તો સ્થાનિક બજારમાં પણ ચાંદીમાં નરમાશ જ જોવા મળી રહી છે.

તો બેઝ મેટલ્સની ચમક પણ આજે ઘટતી જોવા મળી છે. ચીનના નબળા ઇકોનોમિક ડેટાના કારણે LME પર કોપરમાં આજે દબાણ જોવા મળ્યું. સાથે જ ચીનનો મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ પણ ફેબ્રુઆરીમાં 49.2થી ઘટીને 49.1 પર નોંધાયો. જેની અસર પર મેટલ્સ પણ આજે જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ લગભગ તમામ મેટલ્સમાં દબાણ જ જોવા મળી રહ્યું છે.

આ તરફ ક્રૂડમાં OPEC દ્વારા આઉટપુટ કટ લંબાવવાના રિપોર્ટ્સથી NYMEX ક્રૂડમાં એક્શન જોવા મળ્યું. પેટ્રોલિયમ એક્સપોર્ટ કરનારા દેશો તરફથી બીજા ક્વાર્ટરમાં 2.2 mln bpdના તેલ ઉત્પાદન કાપને લંબાવવા માટે સહમતિ બની છે જેના કારણે એશિયન માર્કેટમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી. બ્રેન્ટનો ભાવ 83.50ને પાર જોવા મળ્યો. પરંતુ સ્થાનિક બજારમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો