Budget 2023-24: ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ યૂનિયન બજેટમાં લોકોના ઇનવેસ્ટમેન્ટ માટે પ્રોત્સાહિત કરવા માટે મોટી જાહેરાત કરી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે નાણામંત્રીને Public Provident Fund (PPF)માં ટેક્સ ડિડક્સન માટે ઇનવેસ્ટમેન્ટની લિમિટ વધારીને વર્ષના 3 લાખ રૂપિયા કરવું જોઈએ. હવે પીપીએફ ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીના હેઠળ આવે છે. આ સેક્શનમાં સામેલ ઇનવેસ્ટમેન્ટના વિકલ્પોમાં વર્ષના 1.5 લાખ રૂપિયા રોકાણ કરી ટેક્સ ડિડક્શનનો લાભ ઉઠાવી શકે છે. આ સેક્શનમાં ઇનવેસ્ટમેન્ટને લગભગ એક ડઝન વિકલ્પ સામેલ છે. ઘણા ટેક્સપેયર્સ કોઈ એક વિકલ્પ અથવા એક થી વધું વિકલ્પમાં મેક્સિમ 1.5 લાખ રૂપિયા ઇનવેસ્ટર્સ કરી ટેક્સ ડિડક્શનનો દાવો કરી શકે છે.