Get App

Budget 2023: ઑટો સેક્ટરની બજેટ આશા, ઇલેક્ટ્રિક વ્હીકલમાં FAME સ્કીમ ચાલુ રહે

ગયા વર્ષે ભારતના ઑટો સેક્ટરે જબરદસ્ત ગ્રોથ પ્રાપ્ત કર્યો. અંદાજે 42 લાખ ગાડીઓના વેચાણની સાથે આ સમયે દુનિયાનું ત્રીજું મોટું બજાર છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 30, 2023 પર 7:10 PM
Budget 2023: ઑટો સેક્ટરની બજેટ આશા, ઇલેક્ટ્રિક વ્હીકલમાં FAME સ્કીમ ચાલુ રહેBudget 2023: ઑટો સેક્ટરની બજેટ આશા, ઇલેક્ટ્રિક વ્હીકલમાં FAME સ્કીમ ચાલુ રહે

દુનિયાની ત્રીજી સૌથી મોટી ભારતની ઑટોમોટિવ ઇન્ડસ્ટ્રી આશા કરી રહી છે કે સરકાર બજેટમાં ઇન્ડસ્ટ્રીને સપોર્ટ આપવાનો સિલસિલો યથાવત્ રાખે. સાથે જ એક પગલું પણ ઉપાડે જેનાથી ગાડીઓની માગ વધે.

ગયા વર્ષે ભારતના ઑટો સેક્ટરે જબરદસ્ત ગ્રોથ પ્રાપ્ત કર્યો. અંદાજે 42 લાખ ગાડીઓના વેચાણની સાથે આ સમયે દુનિયાનું ત્રીજું મોટું બજાર છે. આ ગ્રોથમાં છેલ્લા અમૂક બજેટમાં આવેલી સરકારી યોજનાઓની પણ ભૂમિકા રહી છે. ઇલેક્ટ્રિક ગાડીઓ માટે FAME સ્કીમ અથવા સીએનજી અને હાઇડ્રોજન ગાડીઓ પર ફોકસ અથવા PLI જેવી સ્કીમની ભૂમિકા સારી રહી. ઑટો સેક્ટર આ વખતે પણ એક એવા બજેટની આશા કરી રહ્યું છે જેથી સેક્ટરને બૂસ્ટ મળી શકે.

કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટને આશા છે કે ઇન્ફ્રા સેક્ટરમાં વધુ રોકાણથી ગાડીઓની માગ વધશે. ઈવી ગાડીઓથી જોડાયેલી કંપનીઓ FAME સ્કીમને 2024થી આગળ વધારવાની માગ કરી રહી છે. ઈવી કંપનીઓ એમ પણ ઇચ્છે છે કે સ્પેર પાર્ટ્સ પર 5 ટકા જીએસટી રાખવામાં આવે અને વેચાણ પર લાગનારી બેઝિક કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવે.

કમ્પોનેન્ટ નિર્માતાઓની સંસ્થા ACMAએ બધી કમ્પોનેન્ટને 18 ટકા જીએસટીની રેન્જમાં લાવવાની માગ કરી છે. ઑટો સેક્ટરને આશા છે કે જો આ વખતે સરકાર ઇનકમ ટેક્સમાં થોડી છૂટ આપે છે તો આનાથી ગાડીઓની માગ વધશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો