Get App

Budget 2023: નાણામંત્રીને EPF પર ડબલ ટેક્સેશન ઘટાડવા અને સેક્શન 80Cની લિમિટ વધારવા નિષ્ણાંતોએ આપી સલાહ

Budget 2023: એક્સપર્ટ કહે છે કે, આવકવેરા કાયદાની કલમ 80Cની મર્યાદા વધારવાથી કરદાતાઓ પરનો ટેક્સનો બોજ ઘટશે. આ સાથે તેને વધુ બચત કરવાની તક પણ મળશે. તેમનું માનવું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023માં આની જાહેરાત કરવી જોઈએ.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2023 પર 10:25 AM
Budget 2023: નાણામંત્રીને EPF પર ડબલ ટેક્સેશન ઘટાડવા અને સેક્શન 80Cની લિમિટ વધારવા નિષ્ણાંતોએ આપી સલાહBudget 2023: નાણામંત્રીને EPF પર ડબલ ટેક્સેશન ઘટાડવા અને સેક્શન 80Cની લિમિટ વધારવા નિષ્ણાંતોએ આપી સલાહ

Union Budget 2023: યુનિયન બજેટ 2023 (Budget 2023) પહેલા ટેક્સ નિષ્ણાતોએ સરકાર પાસે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર "ડબલ ટેક્સેશન" ઘટાડવાની માંગ કરી છે. આવકવેરા કાયદાની જોગવાઈઓ હેઠળ, ચોક્કસ સંજોગોમાં જો કર્મચારી પાંચ વર્ષ પહેલાં નોકરી છોડી દે છે, તો EPFમાં યોગદાન પર ટેક્સ લાગી શકે છે. આનો અર્થ છે કે, ઉપાડના સમયે ડબલ ટેક્સેશન. તેનો અર્થ એ છે કે, એકને બદલે બે ટેક્સ, કારણ કે યોગદાન પર પહેલેથી જ ટેક્સ લાગેલો છે. એટલા માટે નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ અને તેનાથી બચવા માટે વિશેષ છૂટની જાહેરાત કરવી જોઈએ.

EPF પર 2.5 લાખ રૂપિયાથી વધુનું વ્યાજ કરના દાયરામાં આવે છે. જો કે, તે સ્પષ્ટ નથી કે વિડ્રોલ પર એક્રુવલ બેઝિસ ટેક્સ લાગવો જોઈએ કે નહીં. નિષ્ણાંતોનું કહેવું છે ,કે વ્યાજની આવક ઉપાડના સમયે ટેક્સ લગાવવો જોઈએ. કર્મચારીના EPF ખાતામાં એમ્પ્લોયરના યોગદાનના 12% સુધી કરમુક્તિ છે. 1 એપ્રિલ, 2020 થી લાગુ થતા નિયમો હેઠળ, પ્રોવિડન્ટ ફંડ, NPS અને નિવૃત્તિમાં નોકરીદાતાનું યોગદાન જો વાર્ષિક રૂ. 7.5 લાખથી વધુ હોય તો તે કરપાત્ર છે. આને પગારની આવક તરીકે ગણવામાં આવે છે અને કર્મચારીએ તેના પર ટેક્સ ચૂકવવો પડે છે.

જો કે, પરિવર્તન મુશ્કેલ છે. તેથી, નિષ્ણાતો માને છે કે સરકારે કલમ 80C હેઠળ કપાતની મર્યાદા વધારવી જોઈએ. EPFમાં કર્મચારીનું યોગદાન કલમ 80C હેઠળ ટેક્સ લાભ માટે પણ પાત્ર છે. તેની મર્યાદા 1.5 લાખ રૂપિયા વાર્ષિક છે. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર તૃપ્તિ ઘોષ કહે છે કે, સરકારે આ મર્યાદા વધારીને 2.5 લાખ રૂપિયા કરવી જોઈએ. વધતી જતી મોંઘવારી અને રોજબરોજના ખર્ચાઓને જોતા આ જરૂરી છે. તેમણે કહ્યું, "આ બે રીતે ફાયદાકારક રહેશે. કરદાતાઓને વધુ બચત કરવાની તક મળશે. તેમના પર ટેક્સનો બોજ પણ નીચે આવશે. આનાથી તેમના હાથમાં ખર્ચ કરવા માટે વધુ પૈસા રહેશે."

સરકાર દર વર્ષે પીએફમાં જમા રકમ પર વ્યાજ નક્કી કરે છે. EPFO માસિક ધોરણે બંધ બેલેન્સની ગણતરી કરે છે. પછી, આખા વર્ષ માટેના વ્યાજની ગણતરી કરવામાં આવે છે. આ માટે, માસિક ચાલી રહેલ બેલેન્સ ઉમેરવામાં આવે છે અને વ્યાજ દર/12 વડે ગુણાકાર કરવામાં આવે છે.

આ સૂત્રનો ઉપયોગ વર્ષના બંધ બેલેન્સની ગણતરી કરવા માટે થાય છે. ઓપનિંગ બેલેન્સ + યોગદાન -વિડ્રોલ (જો કોઈ હોય તો) + વ્યાજ. ધારો કે વ્યાજ દર 8.5 ટકા છે. ઓપનિંગ બેલેન્સ રૂ. 1,00,000 છે. માસિક યોગદાન રૂ 1,000 છે. કર્મચારી ત્રીજા મહિને 30,000 રૂપિયા ઉપાડી લે છે. આવી સ્થિતિમાં, માસિક બેલેન્સ ઉમેર્યા પછી વ્યાજની ગણતરી કરવામાં આવશે. 8,87,000 માસિક બેલેન્સનો સરવાળો હશે. આના પર વ્યાજની ગણતરી આ રીતે થશે. 887000X (8.5/1200) = રૂ.6,282. વર્ષ માટે ક્લોઝીંગ બેલેન્સ નીચે મુજબ હશે. ઓપનિંગ બેલેન્સ+કોન્ટ્રીબ્યુશન્સ-વિડ્રોલ+ઈન્ટરેસ્ટ=1,00,000+12000-3,000+6282=રૂ. 88,282.

બધા સમાચાર

+ વધુુ વાંચો