Get App

Budget 2023: નાણા મંત્રી 1 ફેબ્રુઆરીના બજેટ રજુ કરશે, જાણો આ બજેટથી સ્ટૉક માર્કેટ્સને શું આશા છે?

સ્ટૉક બ્રોકર્સનું પ્રતિનિધિત્વ કરવા વાળી સંસ્થા એસોસિએશન ઑફ નેશનલ એક્સચેન્જ મેંબર્સ ઑફ ઈન્ડિયા (ANMI) એ ફાઈનાન્સ મિનિસ્ટ્રીને પોતાની આશાના બારામાં જણાવ્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 30, 2022 પર 3:23 PM
Budget 2023: નાણા મંત્રી 1 ફેબ્રુઆરીના બજેટ રજુ કરશે, જાણો આ બજેટથી સ્ટૉક માર્કેટ્સને શું આશા છે?Budget 2023: નાણા મંત્રી 1 ફેબ્રુઆરીના બજેટ રજુ કરશે, જાણો આ બજેટથી સ્ટૉક માર્કેટ્સને શું આશા છે?

Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણના યૂનિયન બજેટ (Budget 2023) થી સ્ટૉક માર્કેટ અને રોકાણકારોને ઘણી આશા છે. સ્ટૉક બ્રોકર્સના પ્રતિનિધિત્વ કરવા વાળી સંસ્થા એસોસિએશન ઑફ નેશનલ એક્સચેન્જ મેંબર્સ ઑફ ઈન્ડિયા (ANMI) એ ફાઈનાન્શિયલ મિનિસ્ટ્રીને પોતાની આશાના બારામાં જણાવ્યુ છે. એસોસિએશનએ કહ્યુ છે કે સિક્યોરિટીઝ ટ્રાંજેક્શન ટેક્સ (STT) અને કમોડિટીઝ ટ્રાંજેક્શન ટેક્સ (CTT) માં ફરીથી રિબેટ આપવામાં આવી જોઈએ. તેમાં માર્કેટમાં વૉલ્યૂમ અને પાર્ટિસિપેશન વધશે. તેમને કહ્યુ છે કે ઈંડિયા એવો દેશ છએ જ્યાં ડેરિવેટિવ અને કમોડિટીઝ સેગમેન્ટ્સમાં એસટીટી અને સીટીટી લાગે છે. ANMI એ સીબીડીટી ચેરમેન નિતિન ગુપ્તાને પોતાનો પ્રસ્તાવ સોંપયો છે. તેમાં શૉર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (STCG) માં 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટની પણ માંગ કરવામાં આવી છે. એવુ થવાથી ઈનવેસ્ટર્સને ઘણી રાહત મળશે.

ANMI એ કહ્યુ છે, "આ એસટીસીજીને એસટીટી ચુકવાની બાદ ફણ આપવુ પડે છે, જેનાથી એસટીસીજીમાં એક લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળવી જોઈએ. તેનાથી માર્કેટમાં પાર્ટિસિપેશન વધશે અને રોકાણને પ્રોત્સાહન મળશે." હજુ શેરો પર એસટીસીજી 15 ટકા છે. લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ની જેમ તેમાં કોઈપણ રીતની ટેક્સ છૂટ નથી મળતી. અલગથી એસટીટી પણ લાગે છે.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

એસોસિએશનએ સેક્શન 88E ની હેઠળ રિબેટને પણ બીજીવાર શરૂ કરવાની માંગ કરી છે. તેને કહ્યુ છે કે બીજીવાર આ સેક્શનને લાગૂ કરવાથી માર્કેટમાં વૉલ્યૂમ વધશે, જેનાથી એસટીટી અને સીટીટી ના દ્વારા સરકારની ઈનકમ વધશે. એસટીટીના રેટ અલગ-અલગ છે. ઈંટ્રાડે માં શેર વેચવા પર તેના રેટ 0.025 ટકા છે. ડિલીવરીમાં શેર ખરીદવા અને વેચવા પર તેના રેટ 0.1 ટકા છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના યૂનિયન બજેટ રજુ કરશે. આ બજેટ એવા સમય રજુ થવા જઈ રહ્યુ છે, જ્યારે ગ્લોબલ ઈકોનૉમી મુશ્કિલમાં છે. ત્યારે, ઈંડિયન ઈકોનૉમીની તબિયત સારી છે. એવામાં આ બજેટમાં ગ્રોથ વધવા વાળા ઉપાય કરવામાં આવી શકે છે. સાથે જ શેર માર્કેટ્સને દેશી અને વિદેશી ઈનવેસ્ટર્સ માટે વધારે અટ્રેક્ટિવ બનાવામાં આવી શેક છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) માટે ઈંડિયન માર્કેટ્સ લાંબા સમયથી પસંદગીના માર્કેટ્સ રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો