Budget 2023: કેન્દ્રીય બજેટ 2023- કેન્દ્રીય બજેટ 2023 આવવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આવી સ્થિતિમાં હવે પર્સનલ ટેક્સના નિયમોમાં થોડી રાહત મળવાની આશા છે. ઈન્કમ ટેક્સ એક્ટ, 1961 હેઠળ પર્સનલ ટેક્સપેયરને ઘણી કપાત મળે છે. જો કે, હાલના સમયમાં જીવનનિર્વાહના ખર્ચમાં થયેલા વધારાની સરખામણીમાં આ કપાત માટેની વર્તમાન લિમિટ ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર કેટલીક કપાત/મુક્તિની લિમિટ વધારવા પર વિચાર કરી શકે છે.