બજેટ 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ બજેટ રજૂ કરશે. આ બજેટ લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારું છેલ્લું પૂર્ણ બજેટ હશે. બજેટમાં ઉદ્યોગો, વેપારીઓ, રોકાણકારો, કસ્ટમર, ખેડૂતો સહિત દરેક જણ પોતાની માંગણીઓ નાણામંત્રીને જણાવી રહ્યા છે. કોવિડ પછી આ વખતે મધ્યમ વર્ગના વેતન ટેક્સ પેયરને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કોવિડ પછી બચત અને વીમાની જરૂરિયાત પહેલા કરતા વધુ વધી ગઈ છે. નોકરી કરતા લોકોનું કહેવું છે કે સરકારે 80C હેઠળ મળતી મુક્તિ વધારવી જોઈએ. તેમજ કરપાત્ર આવકની મર્યાદા વધારવી જોઈએ.