Get App

બજેટ 2023: બજેટમાં ટેક્સ, જીએસટી અને અન્ય સહુલતો આપે તેવી આશા

એએમસી અને સીએનસી પરથી જીએસટી નાબુદ કરવો જોઈએ. બ્રાસ ઉદ્યોગ 3.50 લાખ લોકોને રોજગારી આપે છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 28, 2023 પર 6:24 PM
બજેટ 2023: બજેટમાં ટેક્સ, જીએસટી અને અન્ય સહુલતો આપે તેવી આશાબજેટ 2023: બજેટમાં ટેક્સ, જીએસટી અને અન્ય સહુલતો આપે તેવી આશા

2023 -24 નું કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થાય તે પહેલા જામનગર કે જેને બ્રાસ સીટી માનવામાં આવે છે. અહીંના ઉદ્યોગકારો આગામી બજેટમાં બ્રાસ ઉદ્યોગને લઈને સરકાર દ્વારા ટેક્સમાં રાહત ઉપરાંત જીએસટી અને અન્ય સહુલતો આપે તેવી આશા અપેક્ષાઓ સેવી રહ્યા છે.

વધી રહેલી ગીચતામાં નવી gidc ની વ્યવસ્થા થાય તેવી પણ જામનગરના ઉદ્યોગપતિઓ આશા સેવી રહ્યા છે આ ઉપરાંત ઈમ્પોર્ટ એક્સપોર્ટને લઈને પણ કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં સરળતા કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા માંધાતા અને ઉદ્યોગપતિઓ શું કહી રહ્યા છે.

સ્ક્રેપ પર લાગતો ટીસીએસ નાબુદ થવો જોઈએ. બ્રાસ પર 18 ટકા લાગતો જીએસટી ઘટાડી 5 ટકા કરવામાં આવે તેવી આશા છે. એએમસી અને સીએનસી પરથી જીએસટી નાબુદ કરવો જોઈએ. બ્રાસ ઉદ્યોગ 3.50 લાખ લોકોને રોજગારી આપે છે. ક્લસ્ટરના ફાયદાઓ બ્રાસ ઈન્ડસ્ટ્રી સુધી પહોંચ્યા નથી. મજૂર કાયદામાં ફેરફાર લાવવા જોઈએ. કારખાનાના લાઈસન્સમાં છૂટછાટ મળવી જોઈએ. 80Cની કલમ હેઠળ આવતી સહાય 1.50 થી વધારી 3 લાખ થવી જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો