Get App

બજેટ આશા પ્રોપર્ટી ગુરુ: બજેટથી રિયલ એસ્ટેટની અપેક્ષા

બજેટથી રિયલ એસ્ટેટની શું છે આપેક્ષા તેની જાણકારી લઈશું CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટર, જીગર મોતા, કવિશા ગ્રુપના એમડી અને VP, CREDAI ગુજરાત યુથવિંગ, પાર્થ પટેલ અને વિવાન ઇન્ફ્રાસ્ટ્રકચરના અમડી અને પ્રેસિડન્ટ, CREDAI અમદાવાદ GIHED, તેજશ જોશી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 29, 2023 પર 10:29 AM
બજેટ આશા પ્રોપર્ટી ગુરુ: બજેટથી રિયલ એસ્ટેટની અપેક્ષાબજેટ આશા પ્રોપર્ટી ગુરુ: બજેટથી રિયલ એસ્ટેટની અપેક્ષા

CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટર, જીગર મોતાના મતે -

આ બજેટ આશામય બજેટ છે. સિંગલ વિન્ડો ક્લીયરન્સ મળે તે ખૂબ જરૂરી છે. ક્લીયરન્સમાં ખૂબ સમય જવાથી ગ્રાહકને ઘર મોડા મળે છે. રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવાની માંગ કરી છે. ઇન્ડસ્ટ્રીના દરજ્જાથી સસ્તુ ધિરાણ મળી શકશે. વિકસિત દેશોમાં રેન્ટલ હાઉસિંગ ખૂબ જરૂરી છે. ભારતને હવે રેન્ટલ હાઉસિંગના પ્રોજેક્ટની જરૂર છે.

હાઉસિંગ ફોર ઓલ માટે પણ રેન્ટલ હાઉસિંગ જરૂરી છે. સારા અને સસ્તા રેન્ટલ ઘર મળવા ખૂબ જરૂરી છે. GSTને લઇ ઘણી સમસ્યાઓ થઇ રહી છે. GST રિયલ એસ્ટેટ પર નહીવત કરી દેવો જોઇએ. અફોર્ડેબલ હાઉસિંગ માટે GST વધારાનો ખર્ચ છે. GSTમાં રાહત આપવાથી એન્ડ યુઝરને લાભ થશે.

કવિશા ગ્રુપના એમડી અને VP, CREDAI ગુજરાત યુથવિંગ, પાર્થ પટેલના મતે -

ફંડીગ સરળ બને એ માટે અફોર્ડબેલ હાઉસિંગ પર રાહત દરે ફંડીગ મળે તે જરૂરી છે. આ બજેટમાં રેન્ટલ હાઉસિંગ પર ભાર અપાઇ શકે છે. ભાડાની આવક પર લાગતા ટેક્સ પર રાહત આપવી જોઇએ. વ્યાજદર સતત વધી રહ્યાં છે. પ્રોજેક્ટના સેલ્સ થવામાં સમય લાગી રહ્યો છે.

BUના 2 વર્ષ પછી ડીમ રેન્ટલ પર ટેક્સ લાગે છે. અહી 2 વર્ષથી થોડો વધારે સમય અપાવો જોઇએ. 2 થી વધુ ઘરના માલિકને ડીમ રેન્ટલ પર ટેક્સ લાગે છે. અહી ફેરફાર કરવાથી ગ્રાહકો વધુ ઘર ખરીદી શકે છે.

વિવાન ઇન્ફ્રાસ્ટ્રકચરના અમડી અને પ્રેસિડન્ટ, CREDAI અમદાવાદ GIHED, તેજશ જોશીના મતે -

બધા સમાચાર

+ વધુુ વાંચો