Union Budget 2023-24: બજેટ 2023 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભંડોળ વધારવા માટે મોટા નિર્ણયો લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટાર્ટઅપ્સને જાહેર ક્ષેત્રની બેંકોમાં જમા કરવામાં આવેલી તેમની GST ક્રેડિટનો કોલેટરલ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ રીતે આવતા મહિને રજૂ થનારા બજેટને લગતા સમાચાર સૂત્રો દ્વારા આવતા રહે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર PSBsમાં જમા કરવામાં આવેલી ક્રેડિટ સામે લોન મળવાથી ફંડિંગની સમસ્યા દૂર થશે. આ સિવાય સ્ટાર્ટઅપ વર્લ્ડમાં એફડીઆઈ પર ટેક્સ ઈન્સેન્ટિવ આપવાનો વિચાર પણ ચાલી રહ્યો છે. સૂત્રોના હવાલાથી આ અહેવાલો પર બજેટમાં ઔપચારિક જાહેરાત થઈ શકે છે.