Union Budget 2023: 2022માં સરકારે કરદાતાઓને અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક આપવાનો નિર્ણય કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત આકારણી વર્ષના અંતથી બે વર્ષમાં વધારાનો ટેક્સ ભરીને અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકાય છે. આ માટે, આવકવેરા અધિનિયમની કલમ 139 માં ફાઇનાન્સ એક્ટ 2022 માં એક પેટા કલમ શામેલ કરવામાં આવી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી.