અમદાવાદનું 2023-24નું 9482 કરોડનું બજેટ રજૂ કરાયું છે. જેમાં અમદવાદાવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં એક તરફ રાહત અપાઈ છે. સાથે પ્રોપર્ટી ટેક્સમાં નજીવો વધારો પણ કરાયો છે. સુધારેલા બજેટમાં 3 વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવાશે. રહેણાક અને કોમર્શિયલ મિલકતોનાં દરમાં નજીવો વધારો કરાયો છે. તો કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 10 લાખના વધારા સાથે 40 લાખ કરવામાં આવી.