નાણાં મંત્રી નિર્મળા સીતારમણે વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ઈન્કમ ટેક્સમાં થોડી રાહત મળી છે તો બીજી તરફ કેપેક્સ માટે મોટો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. ઇન્શ્યોરન્સ, ઇન્ફ્રા, ટુરિઝમ ઘણા સેકટર્સ માટે મહત્વની જાહેરાત પણ થઇ. તો આ સેક્ટર્સ અને માર્કેટ પર બજેટની કેવી અસર રહેશે તેમજ ક્યાં રોકાણ અને કમાણીની તક છે. આગળ જાણકારી લઈશું કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલા અને માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી.