Budget 2023 live updates: નવા ટેક્સ સિસ્ટમમાં 7 લાખ સુધી ઈનકમ પર નહીં લાગે ટેક્સ
નાણામંત્રી નવા ટેક્સ રીજીમ માટે મોટી જાહેરાત કરી છે. તેની હેઠળ ટેક્સ રિબેટને વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે એટલે કે 7 લાખ રૂપિયા સુધી ઈનકમ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. તેના સિવાય, તેમણે કહ્યુ કે 2020 માં 2.5 લાખ રૂપિયા શરૂઆતી ઈનકમની સાથે 6 ઈનકમ સ્લેબ્સ વાળી નવી પર્સનલ ઈનકમ ટેક્સ રીજીમ રજુઆત કરવામાં આવી હતી. હવે આ બજેટમાં સ્લેબ ઘટાડીને પાંચ કરી દેવામાં આવી છે અને સાથે જ ટેક્સ એક્ઝમ્પ્શન લિમિટ વધારીને 3 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
પોઈન્ટર્સમાં વાંચો હવે કેટલી ઈનકમ વપર આપવો પડશે ટેક્સ
6-9 લાખ - 10 ટકા ટેક્સ
9-12 લાખ - 15 ટકા ટેક્સ
12-15 લાખ - 20 ટકા ટેક્સ
15 લાખથી ઊપર - 30 ટકા ટેક્સ