Budget 2024: સરકારે નાણાકીય વર્ષ 2025 માટે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ (હાઈબ્રિડ અને) ઈલેક્ટ્રિક વ્હીકલ (FAME) સ્કીમ માટે અંદાજે 44 ટકા ઘટાડીને 2,671 કરોડ રૂપિયા. કરી દીધી છે. આ પછી આજે ટુ-વ્હીલર ઓટોમોબાઈલ શેરોની હલચલ મિશ્ર રહી હતી. મોટાભાગના ટુ-વ્હીલરના શેરમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં EVનો ઉપયોગ વધારવાના પ્રયાસો પર આ કાપની નકારાત્મક અસર પડી શકે છે.