Get App

Budget 2024: સરકારની નીતિમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, આ બજેટમાં સારી જાહેરાતો જોવા મળી શકે- આશિષ સોમૈયા

Budget 2024: આગળ બજેટ 2024 કેવુ રહેશે અને માર્કેટ પર વ્યૂહ જાણીશું વ્હાઇટઓક કેપિટલ એસેટ મેનેજમેન્ટના CEO આશિષ સોમૈયા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 30, 2024 પર 3:07 PM
Budget 2024: સરકારની નીતિમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, આ બજેટમાં સારી જાહેરાતો જોવા મળી શકે- આશિષ સોમૈયાBudget 2024: સરકારની નીતિમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, આ બજેટમાં સારી જાહેરાતો જોવા મળી શકે- આશિષ સોમૈયા
Budget 2024: આશિષ સોમૈયાનું માનવુ છે કે EV 2 વ્હીલર માટે કોઈ જાહેરાત આવી શકે છે. EV માટેના ઈકો સિસ્ટમ અંગેની જાહેરાત પર નજર રહેશે.

આશિષ સોમૈયાનું કહેવુ છે કે આ વોટ ઓન એકાઉન્ટને હળવાશથી ન લેવું. સરકારમાં ફેરફાર નહીં થાય એટલે બજેટ મહત્વનું રહેશે. સરકારની નીતિમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. આ બજેટમાં સારી જાહેરાતો જોવા મળી શકે છે.

આશિષ સોમૈયાના મતે શહેરી માગ કરતા ગ્રામિણ માગ ઓછી હોવાની વાત છે. લોકોના હાથમાં નાણાં આવે એવી જાહેરાતો શક્ય છે. ખાનગી સેક્ટરને કેપેક્સ માટે પ્રોત્સાહન આપવામાં આવે. કોર્પોરેટ ટેક્સ કરતા ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન વધારે છે. એટલે ડાયરેક્ટ ટેક્સમાં રાહત આવી શકે છે. ડિફેન્સ પરનું ફોકસ વધતું જોવા મળશે.

આશિષ સોમૈયાનું માનવું છે કે LTCGમાં કોઈ ફેરફાર નહીં આવે. ડિવિડન્ડ પરના ટેક્સમાં કોઈ રાહત આવવી જોઈએ. LTCG કાઢ્યો હતો ત્યારે STT લગાવ્યો હતો. STTનો આટલો ઊંચો દર થોડો ગેરવ્યાજબી છે.

આશિષ સોમૈયાના મુજબ બજારમાં તેજી જળવાઈ રહે તેવું અનુમાન છે. 2024ના બીજા છમાસિકમાં વ્યાજદર ઘટી શકે છે. USમાં મંદી દેખાશે ત્યારે વ્યાજદર ઘટી શકે છે. USમાં વ્યાજદર ઘટશે તો ભારતીય રૂપિયો સ્થિર થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો