Budget 2024: કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala sitharaman) 01 ફેબ્રુઆરી 2024 ના મોદી સરકારના વચગાળાનું બજેટ (Union Budget 2024) રજુ કરવા જઈ રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થનાર આ બજેટ પાસેથી સામાન્ય જનતાને ઘણી અપેક્ષાઓ છે. એક તરફ મહિલાઓ અને ખેડૂતોને લઈને કેટલીક મોટી જાહેરાતો થવાની આશા છે તો બીજી તરફ વધારાના ટેક્સમાં પણ છૂટ મળવાની આશા છે.