Budget 2024: યૂનિયન બજેટ (Union Budget 2024)ને રજૂ થવામાં વધુ સમય નથી બાકી. નવા વર્ષ 2024ના બીજા મહિનામાં તે રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2024એ (Union Budget 2024)એ રજૂ કરશે. તે સતત છઠ્ઠી વખત સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રમાં મોદી સરકાર (Modi Government)ના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહી છે, કારણ કે આ પછી દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં 1 ફેબ્રુઆરી 2024એ રજૂ થનાર બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.