BUDGET 2024: સરકાર 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ આગામી નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજૂ કરાશે. બજેટમાં, ખાસ કરીને કામ કરતા લોકો, તેમની નજર મુખ્યત્વે આવકવેરાના મોરચે જાહેરાતો અને રાહતો પર છે. આ અંગે અર્થશાસ્ત્રીઓના મત અલગ અલગ છે. કેટલાક લોકોનું કહેવું છે કે સરકાર સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ વધારીને આવકવેરાદાતાઓને રાહત આપી શકે છે અને મહિલાઓ માટે અલગથી કરમુક્તિ આપી શકે છે. જોકે, કેટલાક એવું પણ માને છે કે આ વચગાળાનું બજેટ છે. આવી સ્થિતિમાં આવકવેરાની બાબતમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. નાણાપ્રધાન સીતારમણ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ છે.