Budget 2024 Lakhpati Didi Yojana: નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024ના રોજ સંસદમાં કેન્દ્રનું વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણ દરમિયાન તેમણે મહિલાઓ માટે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. આ દરમિયાન તેમણે લખપતિ દીદી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. એમ પણ કહ્યું કે હવે 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલા 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જેને હવે વધારી દેવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો શું છે લખપતિ દીદી સ્કીમ? કઈ સ્ત્રીઓને લખપતિ દીદી કહેવામાં આવે છે? આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય?