Union Budget 2024: હેલ્થકેર ઈન્ડસ્ટ્રીને યૂનિયન બજેટથી ઘણી આશા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ યૂનિયન બજેટ રજૂ કરશે. આ વચગાળા બજેટ રહેશે. હેલ્થકેર ઈન્ડસ્ટ્રીઝનું માનવું છે કે સરકાર આ હેલ્થકેર સેક્ટર માટે ફાળવણી વધારવાની સાથે પૉલિસીના લેવલ પર બદલાવ કરશે, જેમાં હેલ્થકેર સર્વિસેઝ સુધી સામાન્ય વ્યક્તિની પહોંચ વધશે. કેર હૉસ્પિટલ ગ્રુપના સીઈઓ જસદીપ સિંહનું કહેવું છે કે હેલ્થકેર સેક્ટર માટે ફાળવણી વધારવા માટે મોટા શેહરોની સાથે ટિયર 2 અને ટીયર 2 શહેરોમાં હેલ્થકેર સર્વિસેઝ સુધી સામાન્ય વ્યક્તિની પહોંચ વધારી શકે છે. શરકારના હેલ્થકેર સેક્ટરમાં જીએસટી ના રેટ્સમાં પણ ફેરફાર કરવાની જરૂરત છે. સરકારને હેલ્થકેર ઈન્શ્યોરેન્સ, મેડિકલ સપ્લાઈ, ટેલીમોડિસિન અને મેડિકલ ટૂરિઝમ પર ફોકસ વધારવાની જરૂરત છે.