સીતારમણે કહ્યું કે સરકાર લગભગ 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહી છે. દરેક ઘરમાં આવાસ, વીજળી અને પાણી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. અમારો ઉદ્દેશ્ય 2027 સુધીમાં દેશનો વિકાસ કરવાનો છે. સરકારે MSP વધારીને ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કર્યો છે. સરકારનું ધ્યાન સતત ગરીબ, મહિલા અને યુવા સશક્તિકરણ પર રહ્યું છે. બજેટની ઘોષણાઓ અનુસાર, આગામી નાણાકીય વર્ષ માટે મૂડી ખર્ચ જીડીપીના 3.5 ટકા રહેશે. મૂડીખર્ચ માટે રૂ. 11.1 લાખ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આવાસ યોજના હેઠળ 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. આગામી 10 વર્ષમાં 149 એરપોર્ટને અપગ્રેડ કરવાની યોજના. એરપોર્ટની સંખ્યા બમણી કરવામાં આવશે.