નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે 2024 નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે વીજળી ઉત્પાદનના વિવિધ સ્ત્રોતો માટે સરકારની આગામી યોજનાઓ અને નીતિઓની જાહેરાત કરી છે. બજેટમાં કરવામાં આવેલી આ મહત્વની જાહેરાતોથી ખબર પડી છે કે સરકાર હવે એનર્જીના રિન્યૂએબલ અને નોન-રિન્યૂએબલ સ્ત્રોતો પર સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે, કારણ કે તેના ગ્રીન એનર્જીના ગ્લોબલ ટારગેટનું સંપૂર્ણ કરવાની સાથે-સાથે તેને દેશમાં વીજળીની વધતી જરૂરતોને પણ પૂરી પાડવાની છે.