Get App

બજેટ બાદ નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ, ગરીબો,મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ખાસ ધ્યાન આપ્યુ - નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું સરકારે અર્થવ્યવસ્થાને સારી રીતે સંભાળી છે. 4.5% નાણાકીય ખોટ લક્ષ્ય હાંસલ કરવા તરફ છે. ગરીબો,મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ખાસ ધ્યાન આપ્યુ છે. ઈન્ફ્રા મજબૂત કરવા માટે કેપેક્સ વધ્યો છે. કેપેક્સ 11% વધીને 11.11 લાખ કરોડ રૂપિયા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2024 પર 5:02 PM
બજેટ બાદ નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ, ગરીબો,મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ખાસ ધ્યાન આપ્યુ - નિર્મલા સીતારમણબજેટ બાદ નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ, ગરીબો,મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ખાસ ધ્યાન આપ્યુ - નિર્મલા સીતારમણ
બજેટ બાદ નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે ગરીબો,મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ખાસ ધ્યાન આપ્યુ છે. ઈન્ફ્રા મજબૂત કરવા માટે કેપેક્સ વધ્યો છે.

બજેટ બાદ નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે અમે વિકાસ માટે કામ કર્યું છે અને કરીશું. આ બજેટ GDP મૂળ મંત્ર પર આધારિત છે. ભારતમાં સતત 3 વર્ષ 7% ગ્રોથ રહ્યો છે. 20મો સૌથી ઝડપી ગ્રોથ પામતું અર્થતંત્ર છે. GDP એટલે G-ગવર્નન્સ D-ડેવલપમેન્ટ P-પરફોર્મન્સ. સામાજિક ન્યાય આપણા માટે માત્ર એક સૂત્ર નથી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું સરકારે અર્થવ્યવસ્થાને સારી રીતે સંભાળી છે. 4.5% નાણાકીય ખોટ લક્ષ્ય હાંસલ કરવા તરફ છે. ગરીબો,મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ખાસ ધ્યાન આપ્યુ છે. ઈન્ફ્રા મજબૂત કરવા માટે કેપેક્સ વધ્યો છે. કેપેક્સ 11% વધીને 11.11 લાખ કરોડ રૂપિયા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આગળ કહ્યુ છેલ્લા 10 વર્ષની કામગીરી અંગે શ્વેતપત્ર લાવશે. સરકારે પૂરી ઈમાનદારીથી કામ કર્યું છે. વિકસિત ભારત માટે યોગ્ય દિશામાં આગળ વધ્યે છે. અમારા તમામ અંદાજો સાચા છે. ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધવાના સંકેત છે. વોટ ઓન એકાઉન્ટ પર માર્ગદર્શિકા સાથેનું બજેટ રજુ કર્યુ છે. 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો